“સલામત સવારી એસ.ટી.અમારી, બ્રેકનો લાગે તો જવાબદારી તમારી” ના સૂત્રને સાકાર કરતી ઘટના ગોંડલમાં બનવા પામી છે જેમાં ગોંડલ બસ સ્ટેન્ડમાં એસ.ટી.બસમાં બ્રેક ના લાગતા પૂછપરછની બારી સુધી બસ પહોંચી ગઈ હતી બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નંબર 8 પર એસ.ટી.બસ માં બ્રેકના લાગતા પ્લેટફોર્મની બેરીગેટ તોડી એસ.ટી.બસ પૂછપરછની બારી પાસે સ્ટોપ થઈ હતી જેમાં એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સીવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.