[ad_1]
Gujarati NewsLocalGujaratDahodNaradham Raped A Girl Of Dhanpur Taluka With The Intention Of Marriage For A Year, A Case Was Registered Against The Accused
દાહોદ2 કલાક પહેલા
કૉપી લિંક
ધાનપુર તાલુકાના ઝાબુ ગામના યુવાને ધાનપુર તાલુકાના કાણાકુવા ગામની સગીરાનું 14 માસ પહેલા પત્ની તરીકે રાખવા સારૂ અપહરણ કર્યુ હતુ.ત્યાર બાદ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવતા તેણીએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો.હવે છેવટે પીડિતાએ હવસખોર સામે ફરિયાદ દાખલ કરી છે.
એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુદાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામે શીતવા ફળિયામાં રહેતા સુકાભાઈ નરવટસીંગ બારીયા નામના યુવાને ગત તા. 2-1-2022ના રોજ વહેલી સવારના છ વાગ્યાના સુમારે ધાનપુર તાલુકાની 14 વર્ષ 3માસની ઉંમરની સગીરાને પત્ની તરીકે રાખવા અપહરણ કરીને લઈ ગયો હતો.ત્યારબાદ તે અપહૃત સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર તેણીની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારતાં તેણીને ગર્ભ રહી ગયો હતો. સમય જતાં તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો.
છેવટે ફરિયાદ દાખલ કરાવાઈઆ સંબંધે અપહૃત સગીરાની માતાએ જેસાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઝાબુ ગામના સીતવા ફળિયામાં રહેતા અપહરણકર્તા સુકાભાઈ નરવટસિંહ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 363,366, 376(3) પોક્સો એક્ટ કલમ 4,6, મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link