32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સંસદમાંથી 143 સાંસદોને બરખાસ્ત કરેલા હોય જેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું


 

ભારતીય સવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને  લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર  સરકાર દ્વારા વિરોધ કરવારને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે 143 સાંસદોને સિયાળુ સત્ર દરમ્યાન  લોકસભા અને રાજ્યસભામાંથી  બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે.  રાજકોટ જિલ્લાના   ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ, રાજકોટ જિલ્લા C.P.I.M. તેમજ ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી તમામ સાંસદોને ફરી  તેમના પદ ઉપર નિમણૂક આપવા અને ચૂંટણી પંચના નિમણુંકમાં ફેરફાર પાછા ખેંચવા આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -