પાવન અને પવિત્ર શ્રાવણ માસ નાં પ્રારંભે ગોંડલ શહેર માં પ્રથમવાર શિવ નગરયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શિવ નગરયાત્રાને લઈને ગોંડલમાં શિવમય માહોલ સર્જાયો હતો. આ સાથે મુક્તેશ્વર ટ્રસ્ટ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ભગવાન શિવજી ની શોભાયાત્રા નુંભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર માં મુખ્ય માર્ગો પર થી 5 કિલોમીટર ના રૂટ પર યાત્રા નીકળી હતી અનેક સામાજિક સંસ્થાઓ, સેવાકીય ગ્રુપ દ્વારા ઠેર ઠેર, સરબત, આઈસ્ક્રીમ, ચા – પાણી, સહિત ના સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ સાથે શોભાયાત્રા માં ભગવાન શિવજી ની વિશાળકદ ની દૈદિપ્યમાન મુર્તિ સાથે ના મુખ્ય રથ, ત્રણ જેટલા DJ, બાઇકો, કાર, સાથે અન્ય ફલોટસ, મંડળો, ધુન મંડળો જોડાયા. કાશીવિશ્ર્વનાથ મંદિર થી સંતો મહંતો ના વૈદિક મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. કોલેજ ચોક, શ્યામવાડીચોક, ભુવનેશ્ર્વરી રોડ, ખટારા સ્ટેન્ડ, કડીયાલાઇન, માંડવીચોક, મોટીબજાર, પાંજરાપોળ, જેલચોક, કુંભારવાડા, ભોજરાજપરા, સાઇડીંગ રોડ થઈ મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પુર્ણ કરવામાં આવી હતી.