શ્રાવણી પર્વ નિમિત્તે બ્રાહ્મણો માટે ખાસ પર્વ ગણવામાં આવે છે આજે ભાઈને બહેન દ્વારા રાખડી બાંધવામાં આવે છે અને ભાઈ બહેન નો પ્રેમનું પ્રતીક ગણવામા આવે છે ત્યારે આજનો પર્વ બ્રાહ્મણો માટે ખાસ હોય છે. જેમાં બ્રાહ્મણો માટે આજના દિવસે જનોઈ બદલવાનો કાર્યક્રમ પણ હોય છે. ત્યારે ધ્રાંગધ્રા માં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા આશરે 27 વર્ષોથી વધુ સમયથી આજના દિવસે ફલકું નદીના કાંઠે અને સપ્તઋષિ ના સાનિધ્યમાં જડેશ્વર મહાદેવના મંદિરે બ્રાહ્મણો જનોઈ બદલે છે. તે મુજબ આ વખતે પણ બદલવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા અને યજ્ઞોપવિત (જનોઈ) બદલવાની સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજના ભાઈ બહેનો સાથે મળીને જ્ઞાતિ ભોજન કરવામાં આવે છે. જેમાં બે હજારથી વધુ જ્ઞાતિના ભાઈ બહેનો આજે પ્રસાદ લેવા આવે છે. સાથે સાંજે તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માન સમારંભ પણ રાખવામાં આવે છે.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા