રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા તા.૧૪/૦૯/૨૦૨૩ ના રોજ ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) મા શારદા ચિલ્ડ્રન કેર હોસ્પિટલ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, નાનામવા રોડ (૨) સન્માન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, નાનામવા રોડ (૩) સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજનગર ચોક પાસે, (૪) વિરલ હોસ્પિટલ, રાજશ્રી બજાજ શો રૂમની બાજુમા, ગોંડલ રોડ, (૫) બેકબોન મેડીસીટી એડવાન્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ટવીન સ્ટાર બિલ્ડીંગની પાછળ, (૬) સાવલીયા હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ, (૭) સીજીસ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ વાળી શેરીમાં (૮) મિરેકલ ડોક્ટર હાઉસ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, (૯) મહેશ્રી હોસ્પિટલ, પુનિત નગર ૮૦ ફુટ રોડ, સર્વોદય સ્કૂલ પાસે, (૧૦) આયુષ્માન હોસ્પિટલ, પુનિત નગર ૮૦ ફુટ રોડ મવડી, (૧૧) શિવ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે, (૧૨) શ્રી ધર્મજીવનદાસ હોસ્પિટલ, ગોંડલ રોડ રેલવે ફાટક પાસે, (૧૩) મેડીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ઓમનગર, BRTS સ્ટોપ પાસે, તથા હાઇરાઇઝ બિલ્ડીંગ (૧) આઇકોન પ્લેટીનિયમ – C, બી.ટી.સવાણી હોસ્પિટલ સામે, યુનિ.રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલ અને તાલીમનુ આયોજન કરવામા આવેલ હતુ.
ઉપરોકત મોકડ્રીલ દરમ્યાન હાઇરાઇઝ બિલ્ડીંગ – ૪૦ રહેવાસીઓ તથા વિવિધ હોસ્પિટલોમા ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને કુલ – ૧૮૩ ને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગના સ્ટેશન ઓફીસર શ્રી એમ.કે.જુણેજા, શ્રી વાય.ડી.જાની, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર શ્રી આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલ તથા હાઇરાઇઝ બિલ્ડીંગમા આગ લાગે ત્યારે શુ કરવું અને શુ ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેના સાધનો તથા ફાયર એક્ષ્ટીંગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓ રહેવાસીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.