રાજકોટ
માનનીય કમિશનરશ્રી આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૩/૦૬/ર૦ર૩ ના રોજ વોર્ડ નં.૧ માં આવેલ ટી.પી. સ્કીમ નં.૨૨-રૈયા (અંતિમ) તથા વો. નં ૧૧ માં ૭-નાનામવા(અંતિમ), ૨૭ મવડી (અંતિમ) માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૪૯૭૦.૦૦ ચો.મી.ની અંદાજીત ૧૨૬.૭૧ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર શ્રી એમ. આર. મકવાણા, શ્રી આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.