32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

વેરાવળના ડો અતુલ ચગ આત્મ હત્યા મામલામા આખરે 93 દિવસ બાદ ફરિયાદ નોંધાતા ચગ પરિવારે કર્યા આકરા પ્રહારો


ગીર સોમનાથના વડા મથક વેરાવળ શહેરમા 93 દિવસ પહેલા ડો અતુલ ચગે આત્મ હત્યા કરી હતી સાથે જ એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી આ સુસાઇડ નોટમા બે નામ હતા જેમા રાજેશ ચુડાસમા અને નારાણ ચુડાસમા જો કે ત્યારબાદ પણ પોલીસ ફરિયાદ ન નોંધાતા અનેક રૈલીઓ  અને આવેદનપત્ર અપાયા હતા આખરે ચગ પરિવારે હાઇકોર્ટના દરવાજા  ખટખટાવ્યા બાદ 93 દિવસ બાદ આ ફરિયાદ થઈ છે મૃતક ડોક્ટર ના પુત્રે જણાવેલ કે પોલીસે આ ફરીયાદ આઠ દિવસમા લઈ લેવી જોઇએ તેના બદલે 90 દિવસ થયા પરંતુ હવે પોલીસ દ્રારા નિષ્પક્ષ અને ન્યાયીક તપાસ થાય તેવી માંગ કરી હતી. ડો અતુલ ચગ પરિવાર ના વકીલ ચિરાગ કકડ નુ કેહવું છે કે ફરીયાદ નોંધવામાં વિલંબ થયો છે. પરંતુ  મોડું તો મોડું એફઆઈ આઈ નોંધાય છે અને હવે અમે આગળ તેનું ફોલોપ લેતા રહીશું. વેરાવલ ડો એસો ના પૂર્વ પ્રમુખ ડો માખણસા  એ સવાલો ઉઠાવતા કહ્યું કે બધા ની ફરિયાદો તરત નોંધાય જાય પરતું આમાં કેમ પોલીસ ને 90 દિવસ નો સમય લાગ્યો . હાલ તો આ હાઈ પ્રોફાઈલ કેસ ને લઈ સમગ્ર ગુજરાત મા ભારે ચર્ચાઓ જાગી છે જો કે સવાલ એ છે કે શું રાજેશ ચુડાસમા ની ધરપકડ થશે કે કેમ એ સવાલ લોકોમા ભારે ચચાઁનો વિષય બન્યો છે .

 

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -