આજરોજ વિધાનસભા 68 માં વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રભુ શ્રીરામનો રથ અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ સાથે પધારેલ ત્યારે ભગવતી પરા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજ એકતાનું પ્રતિક સામે આવ્યું હતુ. હિન્દુ મુસ્લિમ તેમજ દાઉદી વોરા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકોએ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું અને શોભાયાત્રામાં સૌ લોકો જોડાયેલ, સાથે ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર નયનાબેન, મહામઁત્રી અશ્વિનભાઇ મોલીયા, વોર્ડ પ્રમુખ કાનાભાઇ ડંડયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, હિતેશ મઠિયા, કાન ભાઈ ઉધરેજા, કોર્પોરેટર,પરેશ ભાઇ પીપળીયા કંકુ બેન ઉધરેજા અને સંગઠનના સર્વે પદાઅધિકારીઓ અને લોકો જોડાયેલા હતા.