વિછીયા તાલુકાના ભડલી ગામે સમસ્ત મોકાણી ખાચર પરિવાર તથા ભાણેજ પરિવાર દ્વારા શ્રી ભાણ બાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ સવંત 2081 ના વૈશાખ સુદ પૂનમને સોમવારના રોજ પરમ પૂજ્ય કિશોરદાસ બાપુ તેમજ સંતો મહંતો અને જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર સાહેબના વરદ હસ્તે શ્રી ભાણજીબાપુની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ તકે ભડલી સમસ્ત ગામ તેમજ મકાણી ખાચર પરિવાર અને ભાણેજ પરિવાર સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે અમરૂભાઈ ખાચાર, ભરતભાઈ જેબલિયા પૂર્વ નગરપાલિકા સદસ્ય જસદણ જયદીપભાઇ ખાચર તેમજ જસદણના પ્રખર ધારાશાસ્ત્રી જગદીશભાઈ આચાર્ય લોકસાહિત્યકાર રાજભા ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા