રાજકોટ શહેરની કણસાગરા મહિલા કોલેજ દ્વારા વાલીઓની ચિંતા ઓછી કરવા એક ખાસ સોફ્ટવેર આધારિત સિસ્ટમ વિકસાવી છે જેમાં વિદ્યાર્થિની જ્યારે કોલેજમાં પ્રવેશે ત્યારે અને કોલેજમાંથી છૂટે ત્યારે સિસ્ટમમાં પંચ કરે છે જેથી દીકરી ક્યારે કોલેજમાં પહોંચી અને ક્યારે કોલેજથી છૂટી તેનો મેસેજ સીધો વાલીને મોબાઈલમાં ઓટોમેટિક મોકલાય જાય છે. ત્યારે આ અંગે પ્રિન્સિપાલ ર્ડો રાજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે કોલેજમાં આવી ચાર સિસ્ટમ છે અને કોલેજની કુલ 2800 વિદ્યાર્થિનીને આ સિસ્ટમમાં હજારી પૂરવાના કાર્ડ અપાયા છે જેનાથી તેઓ કોલેજમાં આવતી અને જતી વખતે પંચિંગ કરે છે. તેમજ પંચિંગ કર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવવા-જવા અંગેના મેસેજ મોકલી દેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થિની કોલેજ બંક કરી હશે તો વાલીને ગેરહાજર રહ્યાનો મેસેજ જશે. કણસાગરા મહિલા કોલેજે આ પ્રકારની સિસ્ટમ વિકસાવીને વાલીઓની ચિંતા ઓછી કરી છે. હાલ દરેક વાલીઓને દીકરીઓને કોલેજ પહોંચ્યાનો અને કોલેજથી છૂટ્યા સમય-તારીખ સાથેનો મેસેજ પહોંચી જાય છે.આ સિસ્ટમ બીસીએસ ના વિધાર્થીએ બનાવ્યો છે અને 150 000 ખર્ચ આવ્યો હતો હાલમાં મેસેજ સાથે દર મહિને 5000 ખર્ચ આવે છે. આ અંગે હેતલ ઉમેશભાઈ ચૌહાણ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારી દીકરી ભણે છે કોલેજ તરફથી સવારે અને બપોરે મેસેજ મળી જાય છે પતિ પત્ની બને નોકરી કરીયે છી ઘરે ના હોઈ પણ મેસેજ વાંચી લઈ છી ખરેખર આ સિસ્ટમ યુનિવરસિટીની બધીજ કોલેજમાં મુકવાની જરૃર છે.