સોમનાથ મહાદેવના દર્શનાર્થે વાપી ના પરમવીર ભારતી. તેઓ ભારત દેશના ગામડાઓ તથા શહેરોની સાઈકલ યાત્રા કરવા નીકળ્યા છે. ગઈકાલે તેઓ સોમનાથ આવી પહોચેલ અને સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓએ સોમનાથ આવતા યાત્રીઓને સાઈકલ ચલાવવા પ્રેરીત કરેલ. વિશેષમાં સાઈકલ ચલાવવાના ફાયદાઓ અંગે તેઓએ જણાવેલુ કે સાઈકલ ચલાવી આપણે પ્રકૃતિ અને અર્થતંત્ર માટે વિશેષ યોગદાન આપી શકીએ , સાથે જ સ્વાસ્થયને લગતા ફાયદાઓ પણ ખુબ મહત્વના છે. યાત્રી પરમવીર ભારતી એ સુંદર આવાસ-ભોજન સહિતની સુંદર યાત્રી સેવા બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરેલ હતો.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ