વાંકાનેર પાસે આવેલ પુલ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે પુલ ઉપર ટ્રક પાર્ક કરેલ હોવાથી અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવતા બાઈક ચાલકને ટ્રક ધ્યાને નહીં આવતા ટ્રકની પાછળ બાઈક ચાલક ઘૂસી ગયો હતો બાઈક ચાલકને મોઢાના ભાગે અને માથાના ભાગે ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે હોસ્પિટલે ખસેડાયો હતો
રિપોર્ટર મુકેશ ખખ્ખર