વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના માર્ગદર્શન હેઠળ શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા ફેરવી લોકોને સલામત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી હતી તેમજ સોમાણીની સૂચના ને અનુસંધાને ભાજપના શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી દ્વારા સંગઠનની ટીમ દ્વારા શહેરમાંથી અસરગ્રસ્તો માટે શહેરની ગર્લ્સ હાઈસ્કૂલમાં લોકોને ખસેડાયા હતા. હાલ કાચા મકાનો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તેમજ ખુલ્લમાં રહેતા પરપ્રાંતીઓ સહિત ૪૫૦ લોકોને પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં ખસેડાયા હતા. જ્યાં ધારાસભ્યના સીધા માર્ગદર્શન હેઠળ રહેવા સાથે ગરમા ગરમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તાલુકાના ભોજપરા ખાતે પ્રાથમિક શાળામાં ૧૫૦ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર