માણાવદર શહેરના લોકો વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ થઈ ઉઠ્યા હતા. લોકોની વારંવાર રજૂઆતો છતાં અહીં નિમણૂક પામતા કોઈ પોલીસ અધિકારીએ ટ્રાફિક સમસ્યા નિવારવા વિધ્યાત્મક વલણ અપનાવ્યું ન હતું લોકો મજબૂર થઈને બેસી રહ્યા હતા લોકોની કોઈ વાત સરકારે પણ સાંભળી ન હતી. મુખ્યમંત્રીને પણ આ અંગેની ફરિયાદો તેમના whatsapp નંબર ઉપર કરવા છતાં તેમને પણ આંખ ખાડા કાન કર્યા હતા અને પોકળ વાતો જ કરી હતી. ત્યારે જ માણાવદરમાં નવા પીએસઆઇ ચેતક બારોટની નિમણૂક થતા લોકોએ તેમને ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરતા આ અધિકારીએ તાકીદથી પોલીસ સ્ટેશનથી લઈને પોસ્ટ ઓફિસ સુધી કે જ્યાં 24 કલાક લોકોનો જામ રહે છે અને ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન રહે છે તેને દૂર કરી રસ્તો ખુલ્લો કરી દેતા પીએસઆઇ પર લોકોનો આનંદ વરસવા લાગ્યો છે. આ સંદર્ભે પોલીસ અધિકારી ચેતક બારોટનું લોકગાયક લખમણભાઇ રબારી દ્વારા શાલ ઓઢાડી તથા મોમેન્ટ આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર