એન્કર- વડોદરામાં હરણી નદીમાં સ્કૂલના બાળકો અને શિક્ષકોના ડુબી જવાની ઘટનાને પગલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ખુબજ દુખદ છે અને ફરી આ પ્રકારની ઘટના રાજ્યમાં ન બને તે પ્રકારના પગલા લેવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં પણ આ પ્રકારની ઘટનાને લઇને પણ ખુબજ કાળજી રાખવામાં આવશે.