વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં લોટની ઘરઘંટી ચલાવતા ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલરના પિતા પર આરોપ છે કે, તેમણે એક શખ્સને જાહેરમાં માર માર્યો હતો. આ શખ્સ વિશે માહિતી મળી છે કે તે પ્રસંગે કેપી દ્રવ્યના નશામાં હોવાનું શંકાસ્પદ લાગી રહ્યું હતું. ઘરઘંટી પાસે મહિલાઓ હાજર હતા. અને તે શખ્સ બેફામ ભાષામાં ગાળો બોલી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ભાજપ કોર્પોરેટરના પિતાએ પહેલા તેને શાંતિથી સ્થળ છોડવા કહ્યું હતું. પછી પોતાના ઘરે ગયા, જ્યાં આરોપીના ભાઈએ માફી પણ માંગી હતી. હાલમાં વિવાદ એટલો વધી ગયો કે, તે શખ્સ કોર્પોરેટરના પિતાને ધમકાવવા અને ફરી ગાળો આપતા, ઉશ્કેરાયેલા પિતા તરફથી દંડાવાળી કરાઈ હોવાનું કહેવામાં આવે છે. મારના ઘા શખ્સના હાથ પર પડતાં તેણે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસ હવે વધુ તપાસ ચલાવી રહી છે.
વડોદરાના નાગરવાડામાં ભાજપ કોર્પોરેટરના પિતાની દંડાવાળીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -