રાજકોટ: લોધિકા ચિભડા રોડ પર આવેલી દરગાહમાં માદક પદાર્થ હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી અહીં જ રહેતા મસતાનબાપુની ગાંજા સાથે ધરપકડ કરતાં આગળની તપાસ રૂરલ એસઓજીએ હાથ ધરી છે. ગાંજો કોણ આપી ગયું કે ક્યાંથી લાવ્યા? તેની તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ થઇ રહી છે. સેવકો આવતાં હોઇ તે આ ગાંજો લાવ્યાનું રટણ મુંજાવરે કર્યુ હતું.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા એસપી જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા તથા ગોંડલ સર્કલના પીઆઇ એલ.આર.ગોહિલની રાહબરીમાં આ કામગીરી લોધીકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એ.ગોહિલને બાતમી મળી હતી કે લોધીકા ચીભડા રોડ પર આવેલ હઝરત ઇશરારશાહ વલી દરગાહમાં હબીબશા ઉર્ફે મસ્તાનબાપુ પસ્તીવાળા કાસમશા શાહમદાર (ઉ.વ. ૭૦, રહે.લોધીકા હઝરત ઇશરારશાહ વલીની દરગાહ) પોતે જ્યાં રહે છે તે દરગાહના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થનો જથ્થો રાખે છે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૨૪ કિલો ૬૧૫ ગ્રામ ગાંજો કિ.રૂ.૨,૪૬,૧૫૦નો મળી આવતા હબીબશા ઉર્ફે મસ્તાનબાપુ પસ્તીવાળા કાસમશા શાહમદારની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં મુંજાવરે એવુ રટણ કર્યુ હતું કે અજાણ્યા સેવકો આવતાં હોઇ તેમાંથી કોઇ આ મુકી ગયું હતું. જો કે સાચી વિગતો તપાસ બાદ બહાર આવશે