સુરેન્દ્રનગર જિલ્લાના સાળંગપુર ખાતે હનુમાનજી મંદિરમાં મુકાયેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની પ્રતિમા પર હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પગે લાગતા દર્શાવાયા જેનો વિવાદ ઉગ્ર બન્યો છે. આ વિવાદને લઈને સમગ્ર રાજ્યના સંતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વિવાદને ઉકેલવા માટે લીંબડી ખાતે આવેલા મોટા મંદિર ખાતે 5 સપ્ટેમ્બરના રોજ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીના અપમાન મુદ્દે ચર્ચા વિચારણા કરશે જેમાં 12 મુદાની જાહેરાત સનાતન ધર્મના દેવી દેવતાના નીચે દેખાતા ચીત્ર દુર કરવા, જન આંદોલન છેડાઈ તે પહેલા સરકાર આ સંપ્રદાયને હટાવે, સ્વામિનારાયણ સંતોનો પ્રવચનમાં ઉપયોગ કરાશે નહીં, ભારત સરકાર સનાતન ધર્મના દુરઉપયોગ કરનાર સામે કાયદો ઘડે, સનાતન ધર્મમા લોકોને નીચુ બતાવશે તો પગલા લેવાશે, ખોટા હોદા લેનારા સામે પગલા લેવા જોઈએ, સહિત 12 મુદાઓની ચર્ચાઓ દેશભરમાંથી પધારેલા સાધુ સંતો આ વિરાટ સંત સંમેલન બેઠકમાં થશે જ્યારે સ્વામિનારાયણ પુસ્તકોમાં મનઘડત વાંધાજનક સામગ્રી હટાવાની માંગ સાથે સાધુ સંતોમા આક્રોશ જોવા મળી રહ્યો છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }