સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની આજથી શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લોકમેળામાં આઠ લાખથી પણ વધુ લોકો મુલાકાત લેવાના હોય ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ ભાઈ બેરા દ્વારા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઇ સહિત 1300 થી વધુ પોલીસ અધિકારીઓને જવાનો રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે. તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પ્રથમ વખત બહારના જિલ્લાઓમાંથી પણ પોલીસને બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે. લોકમેળાના સ્થળે ડોગ સ્કવોડ તેમજ બોમ્બ સ્કવોડની ટીમ પણ તેનાત રહેશે. લોકમેળાને છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે તમામ ભાગમાં સુપર વિઝન પીઆઈ કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવશે. તો સાથો સાથ મેળામાં તસ્કરો પોતાની કળા ન કરી જાય તે માટે પાકીટ અને મોબાઈલ ચોર તેમજ મહિલાઓની છેડતી કરનારા નબીરાઓ પર સતત વોચ રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાનગી વેશમાં રાજકોટ શહેર પોલીસની સી ટીમ પણ તૈનાત રહેશે.