ગઈકાલે રવિવારે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદમાં અમન અયાન અને તેમના મિત્ર હેત ભટ્ટ નામના બંને શખ્સો રેસકોર્ષ રીંગરોડ ફનવર્લ્ડ પાસે પસાર થતા હતા ત્યારે વરસાદનું પાણી કાચ પર ઉડતા આગળનો કાચ ધુંધળો થતા સ્ટેરીંગનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા ચાલક અમનભાઈને ઈજા પહોંચી હતી જેથી તેઓને સારવારમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયારે હેત ભટ્ટનો ચમત્કારીક બચાવ થયો હતો. સમી સાંજે બનેલા આ બનાવના પગલે અનેક વાહનો થંભી ગયા હતા. તેમજ ડિવાઈડર સાથે અથડાયેલ કારને પણ મોટુ નુકશાન થયુ હતું. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન લેવા પ્રનગર પોલીસે તજવીજ હાથ ધરી હતી.