33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ રેલ નગર ખાતે ગણેશ સ્થાપન ના ઉત્સવ દરમિયાન વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન


રેલ નગર ખાતે સાધુવાસવાણી કુંજ રોડ પર માં કોમ્પ્લેક્સ ખાતે ગણેશ સ્થાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસના અનુસંધાને સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે “વ્યસનમુક્ત સમાજ” સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ કેમ્પનું આયોજન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ હતું.
જેમાં રેલ નગર ના રહેવાસીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તેમજ વ્યસનમુક્તિ કાર્યક્રમનુ આયોજન શ્રી પ્રફુલભાઈ નડીયાપરા, લાલજી ભાઈ વાડોલિયા, અજયભાઈ વાડોલીયા, નીતિનભાઈ વાડોલીયા, વિનોદભાઈ નડીયાપરા, વિશાલભાઈ કલોતરા, આકાશભાઈ દામાણી, ગોવિંદભાઈ લાઠીયા, સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ હતું.
વ્યસનમુક્ત સમાજ સંસ્થા દ્વારા દરેક પ્રકારના વ્યસનનો છોડાવવા માટે નિશુલ્ક ઔષધી પ્રસાદ દ્વારા અત્યાર સુધી 40,000 થી વધુ લોકોને વ્યસન મુક્ત કરવા માટેનો સેવાયજ્ઞ 11 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યો છે.

વ્યસન મુક્તિ ના કાર્યક્રમનું આયોજન કરવા માટે સંપર્ક નંબર:
અજય વાડોલીયા
80000 64646


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -