રાજકોટ: જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટના રેલનગરના શેલ્ટર હોમની મુલાકાત લઇ આશ્રય ગૃહમાં રહેતા લોકો સાથે સંવાદ સાધી તેઓના ખોરાક પાણી દવા સહિતની વ્યવસ્થાઓનો નિરીક્ષણ કર્યું હતું સંભવિત બિપરજોય વાવાઝોડાની વિનાશક અસરોથી ઓછામાં ઓછા નાગરિકો અસર પામે અને જનજીવન યથાવત રહે, તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભરપુર પ્રયાસો કરાઇ રહયા છે. નાગરિકોની જીવન જરૂરિયાતની વસ્તુઓની ઉપલબ્ધિ શેલ્ટરહોમ ખાતે જળવાઇ રહે તે માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવા મંત્રીશ્રી રાઘવજીભાઇએ ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનોને સૂચના આપી હતી. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, નગરસેવકો, આગેવાનો વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.