સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલું ટેનામેન્ટને ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. માન દરવાજા પાસે આવેલું ટેનામેન્ટમાં આશરે 1250 જેટલા ફ્લેટ આવેલા છે. ત્યારે ક્યા કારણોસર મહાનગરપાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે સુરત નાં રીંગરોડ વિસ્તારમાં આવેલા માનદરવાજા ટેનામેન્ટનું બાંધકામ 50 વર્ષ અગાઉ થયું હતું.હાલ આ ટેનામેન્ટ જર્જરિત હાલતમાં છે તેમજ આ બિલ્ડિંગમાં વાપરવામાં આવેલા સળિયા પણ સડી ગયેલા હાલતમાં જોવા મળ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ ટેનામેન્ટના 1250 જેટલા ફ્લેટ ધારકોને નોટિસ આપી તેને સાત દિવસની અંદર ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા