આમ તો ગુજરાત સરકાર દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને એસ ટી બસોમાં સલામત સવારી એસ ટી અમારી એવા સૂત્રો લખી અને મુસાફરોને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે વાત છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના એસટી ડેપો ની બસોની કે જે બસોની હાલત અત્યંત ખખડધજ છે બસોને જોતા એવું લાગે કે આ બસમાં મુસાફરી કેમ કરવી બસોની હાલત એટલી હદે ખરાબ છે કે બસની અંદર તૂટેલી સીટો અને ફાટેલા સીટ કવરો જોવા મળતા હોય મુસાફરોને એમના જીવનું જોખમ લાગી રહ્યું છે ખાસ કરીને વિદ્યાર્થીઓ આવી ખખડધજ હાલતમાં પડેલી બસોની અંદર મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે આ બાબતે વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે સ્કૂલ અવર જવર માટે ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપલેટા આવા અને જવા માટે એક એસ ટી બસ જ અપ ડાઉન માટેનો સહારો છે અને એસ ટીની અમુક બસો પણ ખખડધજ હાલતમાં છે જેને કારણે અપ ડાઉન કરતાં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને નિયમિત બસો પણ ના મળતી હોવાને કારણે હેરાન થવું પડે છે. ઉપલેટા એસ ટી ડેપો મેનેજર એ જણાવ્યું કે અમુક બસો નવી આવી ચૂકી છે અને અમુક બસો જે ખખડધજ હાલતમાં છે જેની જગ્યા એ ટુંક સમય માં નવી બસો ની ફાળવણી સરકારમાંથી કરવામાં આવશે અને જે બસો ની સીટો તૂટેલ છે એનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી