રાજ્યના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સાયકલોનના પગલે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં તબદીલ થઇ છે સાયકલોન સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શકયતાના પગલે બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હાલ આ સિસ્ટમ દક્ષિણ પોરબંદરથી 1160 કિલોમીટર દૂર છે
આ સિસ્ટમ પર દેશ અને રાજ્યના હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે
જોકે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તંત્ર પહેલા જ આપી ચૂક્યું છે જાફરાબાદની તમામ 700 બોટ હાલ કિનારે લાંગરી દેવામાં આવી છે
અશોક મણવર અમરેલી