રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની રૂપિયા ઉઘરાવાની પોસ્ટને લઈને કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યા છે. મહેશ રાજપૂતે આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. તેમજ મહેશ રાજપૂતના આક્ષેપ મામલે સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું ‘હું આ અંગે કંઈ કહેવા માંગતો નથી, હું આ મામલે મૌનધારણ કરું છું. જો સોગંદનામું ખોટું હોય તો ફરિયાદ કરી શકે છે, આ અંગે જો મારી પાર્ટી ખુલાસો પૂછશે, તો હું પાર્ટીને જવાબ આપવા તૈયાર છું. રૂપિયાની લેતીદેતી મામલે મેં કોઈનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી. હું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.’ તો તેમની સામે મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રામભાઈ મોકરિયાએ દિલીપ સંઘવી પાસે 2 કરોડ રૂપિયા માંગે છે. તેમજ રામ મોકરિયાને ડિસ્ક્વોલીફાય કરવા અમે કાર્યવાહી કરશું.