રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર BRTS કોરિડોરમાં આજે એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. ટ્રાફિકની ટોઇંગ ગાડી BRTS રૂટ પર ચાલતી દેખાઈ હતી.. જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. શું ખરેખર ટોઇંગ ગાડીને BRTSના વિશેષ રૂટ પર ચાલવાની પરવાનગી છે? રાજકોટ શહેરના વ્યસ્ત રસ્તાઓમાંનો એક એવા 150 ફૂટ રિંગ રોડ પર BRTS માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ રૂટનો ઉપયોગ ફક્ત BRTSની બસો માટે જ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જો કે, આજે બપોરે આ રૂટ પર એક ટ્રાફિક ટોઇંગ ગાડી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ ઘટનાએ રાજકોટના નાગરિકોમાં BRTS રૂટના નિયમો અંગે ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રાફિક વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ કેવી રીતે ટાળી શકાય છે.