રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પરથી પસાર થઇ રહેલી ધોળકિયા સ્કૂલની બસ આજે બપોરના સમયે અયોધ્યા ચોક પાસે પહોચતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી.તેમજ બસ પલટી મારી જતા ધડાકાભેર અવાજ આવ્યો હતો. અકસ્માતને પગલે ડ્રાઈવરને ઇજા પહોંચી છે.તેમને પ્રાથમિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે આ બસમાં કોઇ વિધાર્થીઓ સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. બનાવને લઇને લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા.બસના અકસ્માતના કારણે મનપામાં બીઆરટીએસના બેરિકેડમાં મોટું નુકશાન થયું હતું.