રાજકોટ હાઇવે પર મામલતદાર એન.ડી.ધુડા એ પેટ્રોલિંગ દરમિયાન ઓવરલોડ રેતી ભરેલ આશરે 18 લાખના મુદામાલ સાથે ડમ્પરને ઝડપી લઈને ચોટીલા પોલીસના હવાલે કર્યું હતું. તેમજ રેતી ભરેલ ડમ્પર મામલતદારે સિઝ કરતા ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાયો હતો. કોલસા નો કારોબાર બંધ થતાં ભુમાફિયાઓ રેતી,સિલિકા સ્ટોન જેવા ખનીજ નો કારોબાર ચાલુ કરતા મામલતદારે ખનીજ વહન પર સપાટો બોલાવ્યો હતો.. તેમજ મામલતદારે રેતી ભરેલ ડમ્પર સિઝ કરવાની કામગીરી હાથ ધરતા ભુમાફિયાઓ ભૂગર્ભ મા ઉતરી જવા પામ્યા હતા.
વિક્રમસિંહ જાડેજા