રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે આવેલ હરીસીદ્ધી સોસાયટીમાં વકીલના નામે મહિલાની ગુંડાગીરી સામે આવી હતી જેમાં મહિલાએ ગુંડાગીરી કરતાં સોસાયટીના રહીશો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમજ નેહા ગાંધી નામની આ મહિલા પોતાને વકીલ હોવાની ઓળખ આપી સોસાયટીમાં અવાર નવાર માથાકૂટ કરતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો. આ સાથે જ વકીલ હોવાનું કહી રોફ જમાવી અને સોસાયટીમાં મારામારી કરતા CCTV ફૂટેજ પણ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મુંજકા પોલીસ પણ તેમની સાથે મળેલી હોવાનો આક્ષેપો પણ સ્થાનિકોએ મીડિયા સમક્ષ લગાવ્યા હતા. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે પોલીસ કમિશ્નરને પણ 3 વખત આવેદન આપ્યું હોવા છતાં કોઈ ન્યાય મળ્યો નથી જેથી પોલીસ તંત્ર અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે હરીસિદ્ધી સોસાયટીના રહીશોએ ન્યાયની માંગ કરી હતી. અને એજ મહિલાના વીજ વાયર તોડવાનો પ્રયાસ કરતા વિડીયો પણ સામે આવ્યા હતા. આ સાથ તે મહિલા એ આજે એક મીડિયા કર્મી પર પણ હુમલો કર્યો હતો.