સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન જામનગરના નાઘેડીની સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજમાં પરીક્ષા ચોરી કૌભાંડ સામે આવતા આ વિશ્ર્વ વિદ્યાલયનું નાક વધુ એક વાર કપાઈ ગયું છે. આ ચોરી કૌભાંડ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એનએસયુઆઈ તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતીના હોદેદારો અને કાર્યકરોએ યુનિ. ખાતે દોડી જઈ વિરોધ પ્રદર્શન કરી કુલપતિ ડો. ભીમાણીને ઘેરાવ કર્યો હતો. તેમજ રામધૂન બોલવવામાં આવી હતી. તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતીના હોદ્દેદારો દ્વારા કુલપતિ ભીમાણીના ટેબલ પર ખોટી ચલણી નોટો ફેકવામાં આવી હતી. આ આંદોલનાત્મક કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજની માન્યતા તાત્કાલીક અસરથી રદ્દ કરવા. આ કાંડમાં સંકડાયેલા તમામ દોષિતોને સજા આપવા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણી આ કોલેજના ટ્રસ્ટી હોય કુલપતિ ભીમાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આ આંદોલનાત્મક કાર્યક્રમમાં પોલીસ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના, એનએસયુઆઈના રાજકોટ પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા સહિત 7 કાર્યકરો તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતીના ચાર મળી કુલ 18 યુવા આગેવાનોની આ લડતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલ હતું.
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણીને ઘેરાવ, ટેબલ પર નકલી ચલણી નોટો ફેંકાઈ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -