રાજકોટમાં ફરી એકવાર સિટી બસ સેવા વિવાદમાં આવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, બસના ડ્રાઈવરો-કંડક્ટરો છાત્રો સાથે ગેરવર્તન કરે છે તેમજ કેટલીક ખખડધજ બસો છે તેમજ બસ અનિયમિતને લઈને મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. બસ અનિયમિત, ડ્રાઈવરો-કંડક્ટરો લઈ NSUI દ્વારા આ મામલે મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ચાલતી સિટી બસ સેવાનો સૌથી વધુ ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. જોકે આમ છતાં જુદી-જુદી બસોના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ જ નહીં વિદ્યાર્થિનીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. તેમજ બસો સમયસર ચાલતી નહીં હોવાથી શાળા-કોલેજે જતા છાત્રોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં બસો ખખડધજ હાલતમાં હોવાથી વિધાર્થીઓએ ધક્કા મારવા પડતા હોવાના બનાવો પણ બની રહ્યા છે.
રાજકોટ સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરોનું ગેરવર્તન સહિત વિવિધ સમસ્યાને લઈ મ્યુ. કમિશનરને રજૂઆત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -