રાજકોટ સીટીબસનું તંત્ર ફરી ખોરવાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં રાજકોટના માર્ગો પર ચાલતી સીટી બસનું સર્વર થયું ડાઉન થતાં ટિકિટ જેનરેટ કરવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ અને મુસાફરો ને ટિકિટ ના મળતા તેઓ હેરાન પરેશાન થયા હતા. આ સાથે સર્વર ડાઉન રહેતા સ્માર્ટ સીટી ની હાલત કફોડી બની જતા લોકો ખાનગી વાહનમાં મુસફરી કરવા મજબુર બન્યા હતા તેમજ સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓને આર્થિક નુકશાન થતાં વિદ્યાર્થીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.