સહકાર ભારતી રાજકોટના 14 ભાઈઓ ક્રેડિટ સોસાયટીઓના દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં તથા 16 બહેનો રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં, હૈદરાબાદમાં ભાગ લેવા ગયા હતા. ઉપરાંત સહકાર ભારતીના જ બે સભ્યો અશોકભાઈ ડાંગર તથા યશભાઈ સોજિત્રા ભારતીય જનતા પક્ષ રાજકોટ શહેરના સહકાર સેલના સયોજક તથા સહ સંયોજક તરીકે નિયુક્ત થયા. આ તમામ વિશિષ્ટ ઉપલબ્ધિ કરનાર ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહનું આયોજન વિરાણી હાઇસ્કૂલ, મધ્યસ્થા હૉલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે સાંજે 5 થી 7 માં કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વિશાલ કપુરિયા સાહેબ, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રાજકોટ સહકાર ભારતી દ્વારા વિશિષ્ટ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિનું સન્માન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -