રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૨/૦૨/૨૦૨૪ ના રોજ સત્યમ એલીગન્સ, લેમન ટ્રી હોટલ પાસે, જીલ્લા પંચાયત ચોક, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૨૦ થી ૨૫ રહેવાસીઓ જોડાયેલ. તેમજ (૧) સુભાષચંદ્ર બોઝ પ્રા. શાળા નં.૨૦ બી, નારાયણનગર મેઇન રોડ, ઢેબર કોલોની પાસે, (૨) શ્રી વિશ્વામિત્ર પ્રા.શાળા નં.૫૨, ૨ – રઘુવિર સોસાયટી, સહકાર સોસાયટી પાસે, (૩) શ્રી પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રા. શાળા નં.૬૫, ૪/૬ – શ્રમજીવી સોસાયટી, સ્વામિ નારાયણ ગુરૂકુળ, ઢેબર રોડ, (૪) શ્રી ચંદ્રશેખર આઝાદ પ્રા. શાળા નં.૬૨, સોરઠીયાવાડી સર્કલ પાસે, લલુડી વોંકડી આવાસ યોજનાની બાજુમા રાજકોટ.૫, ના કુલ ૩૪૬ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્યુશર વિશે માહિતી આપેલ.
આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર, ડે.ચીફ ફાયર ઓફીસર સ્ટેશન ઓફિસર શ્રી એમ.કે.જુણેજા, શ્રી એ.બી.ઝાલા, શ્રી આર.એ.વિગોરા, શ્રી એ.કે.દવે શ્રી આર.એ.જોબણ અને ફાયરમેન તથા ડ્રાઇવર સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.