શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા આગામી તા.રજીના શનિવારે રાત્રે 9 વાગે કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયા નાકા ખાતેથી વાજતે ગાજતે ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ રામનાથ મહાદેવની ધ્વજા યાત્રાનો આરંભ તા. રને શનિવારે રાત્રે 9 વાગે કિશોરસિંહજી સ્કુલથી થશે. જે ગરૂડ ગરબી ચોક, રામનાથપરા મેઇન રોડ પરથી પસાર થઇને રામનાથ મંદિરે પૂર્ણ થશે. વિવિધ સમાજ તથા સંસ્થાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાશે. તેમજ યાત્રને સફળ બનાવવા કોર કમીટીની રચના કરવામાં આવી છે જેમાં ખજાનચી ભરતભાઇ ત્રિવેદી, વિનયભાઇ જોષી, કિરીટ પાંધી, વિજય પુનવાણી, કિરણ દાવડા વગેરે સામેલ છે. વિશેષ વિગતો માટે નિલેશભાઇ વોરા (98242 85455) નૈમિષ મડીયા (94284 64494) તથા કલ્પેશ ગમારા (81288 88835)નો સંપર્ક કરવો.