રાજકોટ શહેર પોલીસ તથા ઇન્વીજીબલ એન.જી. ઓ. દ્વારા “No Drugs Campingn” અંતર્ગત બહુમાળી ભવન ચોક ખાતે એક માનવ સાંકળ રચી ડ્રગ્સની સાંકળને નાબુદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ અહીથી બાઇકર્સ ગ્રુપ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના બાળકો જોડાયા હતા અને માનવ સાંકળ રચી હતી. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં મોટાપ્રમાણમાં યુવાધન મોટા પ્રમાણમાં ડ્રગ્સ સહિતના નશિલા પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે યુવાધનને ડ્રગ્સથી દુર રાખવા અને ડ્રગ્સ મામલે જાગૃતિ લાવવા માટે શહેર પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાવામાં આવે છે.