23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ શહેરમાં માધાપર ચોકડીએ વધુ એક હિટ એન્ડ રન ની ઘટના આવી સામે; ભારત સરકાર લખેલી ઇન્કમટેકસ કમિશ્નરની કારે સર્જયો અકસ્માત ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં….


રાજકોટમાં આજે એક જ દિવસમાં બેફામ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જાવાના બે બનાવો બન્યા હોય તેમ બપોરે માધાપર ચોકડી પાસે ભારત સરકાર લખેલી ઇન્કમટેકસની કારના ડ્રાઇવરે અકસ્માત સજર્યો હતો. જેમાં એક કાર અને એક ટુ વ્હીલરને ઉડાવ્યા બાદ કાર સાઇડમાં ધકેલાઇ ગઇ હતી અને આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ બનાવમાં કોઇને ઇજા થઇ નથી પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કારનો ચાલક ચિકકાર દારૂ પીધેલો હોવાનું માલુમ પડયું હતું અને નાસી ગયો હતો. તેમજ આજે બપોરે સર્જાયેલા આ અકસ્માતની પ્રાથમિક વિગતો પ્રમાણે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઇનોવા કારના ચાલકે બેફામ ઝડપે એક ટુ વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ રસ્તા પરથી ઉતરીને રોંગસાઇડમાં કાર અને લારી-કેબીન, બાકડા સાથે અથડાઇ પડી હતી. તેમજ આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જીજે 03-એમએન-7531 નંબરના સ્કુટરને પણ નુકસાન થયું હતુ. આ ઘટનામાં કોઇને ઇજા થઇ છે કે કેમ તેની લોકો ચકાસણી કરવા લાગ્યા હતા તે દરમ્યાન કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ચાલક ચિકકાર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. આ સાથે અકસ્માત સર્જનાર કારમાં ભારત સરકાર લખેલું હતું ઉપરાંત સહાયક ઇન્કમટેકસ કમિશ્નરનું બોર્ડ પણ મળી આવ્યું હતું. કારમાંથી હાથ લાગેલી બુકમાંથી પણ ઇન્કમટેકસ કમિશ્નર તરીકેનું લખાણ માલુમ પડયું હતું. તેમજ આ બનાવ અંગે સ્કુટર ચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી જેને પગલે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -