રાજકોટનાં ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલા સિટીબસનાં અકસ્માત બાદ ખોરવાયેલી સિટીબસ સેવા યોગ્ય રીતે પૂર્વવત થઇ નથી. અગાઉ ગરમીના કારણે બંધ થયેલી બસો રિપેરિંગ થયા બાદ હવે ડ્રાઈવરોનાં અભાવે 148 બસો બંધ હોવાનું સામે આવ્યું છે. મનપા દ્વારા એજન્સીને આ માટે દરરોજ રૂ.14.80 લાખનો દંડ ફટકારવામાં આવતો હોવાનું સિટી ઈજનેર પરેશ અઢીયાએ જણાવ્યું છે. જો કે, બસો ક્યારે પૂર્વવત શરૂ થશે તે અંગે હાલ તેઓ પણ અજા હોવાનું અને આ માટે પ્રયાસ કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે અકસ્માત મામલે તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. મનપાનાં સિટી ઇજનેર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં દોડતી 234 બણસો પૈકી હાલ 148 જેટલી બસો બંધ છે અને માત્ર 86 બસો કાર્યરત છે. જેમાંથી કુલ 15 બસો BRTS રૂટ ઉપર અને બાકીની રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં દોડાવવામાં આવી રહી છે. આ અંગેના નિયમ મુજબ જો કોઈપણ બસ 200 કિમી ચાલે નહીં તો એજન્સીને પ્રતિ બસ રૂ.10,000 દંડ ફટકારવામાં આવે છે. જે મુજબ હાલ એજન્સીને દરરોજ રૂ.14.80 લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં સિટીબસ સેવા રાબેતા મુજબ ચાલુ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. જોકે ડ્રાઈવરોનો પ્રશ્ન હોવાને લઇ તેમાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે. સિટી ઇજનેરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલમાં સુરક્ષાના નામે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તંત્ર તૈયાર નથી. નવી પ્રક્રિયાને સુચારુ રીતે લાગુ કરવા માટે એક જ સમયે સમગ્ર બસ સેવા બંધ કરવી શક્ય નથી, કારણ કે તેનાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.
રાજકોટ શહેરમાં દોડતી 234 બસો માંથી હાલ 148 બસો બંધ અને માત્ર 86 બસો કાર્યરત
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -