રાજકોટ શહેરમાં ગણપતિ મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ ગણેશ સ્થાપના પહેલા ગણેશ ભક્તો મૂર્તિ લેવા પહોંચ્યા હતા. ત્યારે ગણેશ ભક્તોએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે અમારા આંગણે ખુદ ગણેશ ભગવાન પધારી રહ્યા છે. જેથી સોસાયટીના લોકોમાં અનોખો ઉત્સાહ છવાયો છે. તેમજ ગણેશ ભક્તોએ ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી સંપૂર્ણ વાતાવરણ આનંદ માંય બનાવ્યું હતું.