ભાજપના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ સસ્તા ભાવે ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન રાશિની માંગ સાથે ‘આપ’એ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું. સાથે સાથે રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, સામાન્ય જનતાને આર્થિકરૂપે રાહત મળે તે માટે અનેક ગેરંટીઓ આપી હતી. આજે આમ આદમી પાર્ટીએ રાજ્યના દરેક જિલ્લામાં ભાજપની દોગલી રાજનીતિનો વિરોધ કર્યો હતો અને મોંઘવારીથી જનતાને રાહત અપાવવા માટે બીજા રાજ્યો જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવા માટે માંગ કરી. અમદાવાદ, સુરત, જુનાગઢ અને ભાવનગરમાં નેતાઓ સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ, દાહોદ અને મોરબી અનેક જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માગણી છે કે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તથા પ્રત્યેક મહિલાને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે, જેનાથી મહિલાઓને ઘર ચલાવવામાં આસાની રહે.