38.5 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ શહેરની વિવિધ ૮ હોસ્પિટલો તથા હાઇરાઇઝ બિલ્ડીંગ ક્રિસ્ટલ સીટીમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ


રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૬-૨૦૨૩ના રોજ ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) ડૉ. ડી. કે. શાહ હોસ્પિટલ, કનક રોડ, (૨) શ્રી સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ હોસ્પિટલ, પેડક રોડ, (૩) વિંગ્સ IVF હોસ્પિટલ, નાણાવટી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, (૪) યુનિકેર હોસ્પિટલ, નાગેશ્વર મંદિર આગળ, જામનગર રોડ, (૫) શ્રી અતિથી મેટરનીટી હોસ્પિટલ, પેડક રોડ, (૬) પ્રાઇમ હોસ્પિટલ, અતિથી ચોક, પંચવટી મેઇન રોડ, (૭) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ, (૮) વોકહાર્ટ હોસ્પિટલ, કાલાવડ રોડ રાજકોટ તથા (૧) ક્રિસ્ટલ સીટી, ૫૦ ફુટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ હાઇરાઇઝ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.
ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૮ (આઠ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને તેમજ ૧ (એક) હાઇરાઇઝ બિલ્ડીંગના રહેવાસીઓને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર આર.એ.જોબણ તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -