રાજકોટ શહેરના કોટેચા ચોક પાસે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામે આવેલા 40 વર્ષ જુના અરવિંદ મણીયાર કવાર્ટર જર્જરીત બની ગયા હોય, થોડા વર્ષ પહેલા પીપીપી હેઠળ રી-ડેવલપમેન્ટ સ્કીમ લાગુ કરાતા ભારે વિવાદો અને વિરોધ વચ્ચે અંતે આવતીકાલે પૂરી જગ્યા ખાલી કરાવી, બિલ્ડર કંપનીને કબ્જો સોંપવાની કાર્યવાહી કાલે સવારે 8 વાગ્યે કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો હતો જેની સામે 38 જેટલા આસામી કોર્ટમાં ગયા હતા. પરંતુ આ કેસ વચ્ચે હાઇકોર્ટ તરફથી કોઇ સ્ટે અપાયો ન હોવાથી મનપા દ્વારા જગ્યા ખાલી કરાવવા અંગે ની નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નોટિસ ના વિરોધમાં જવાબમ આપતા આસામીઓએએવું કહ્યું હતું કે આ નોટીસ બદઇરાદાની છે. રી-ડેવલપમેન્ટ સ્કીમમાં 400 કરોડથી મોટો ભ્રષ્ટાચાર થવાનો છે.. આ સાથે કાલની કામગીરી રોકાય તે માટે આ આસામી કમિશ્નર અને મેયરને રજુઆત કરવા દોડી આવ્યા હતા. કમિશ્નર આ આસામીઓને મળી શકયા ન હતા. બાદમાં તેઓએ મેયર ડો.પ્રદીપ ડવને રજુઆત કરી હતી. જેમાં લાંબા સમય પહેલાની આ પીપીપી રી-ડેવલપમેન્ટ યોજના નિયમ મુજબ આગળ વધી રહી છે. આ જગ્યાએ આસામીઓને નવા પાકા ફલેટ મળવાના છે. આથી તમામ કાનુની અને વહીવટી પ્રક્રિયા બાદ આ કામ થઇ રહ્યાનું તંત્રએ જણાવ્યું હતું