રાજકોટ: વોટર વર્કસ વિભાગના સેન્ટ્રલ ઝોન અંતર્ગતના રેલનગર પમ્પીંગ સ્ટેશન આધારિત વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પાણી જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ હોઈ, રાજકોટ શહેરની જનતાના આરોગ્યને ધ્યાને લઇ તા.૦૩/૦૭/૨૦૨૩ને સોમવારના રોજ કોઈ પણ પ્રકારનું શટડાઉન લીધા વગર નિયત સપ્લાય (પાણી વિતરણ) ચાલું રાખીને રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં GSRની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી તેમ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૮ એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતા, રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં GSRની ૨૦ કર્મચારીઓ દ્વારા સતત આઠ કલાક સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અગાઉ સફાઈ કામગીરી સમયે પાણી વિતરણ વ્યવસ્થા બંધ રાખી GSRની સફાઈ કરવામાં આવતી હતી પણ આ વખતે જાહેર જનતાને પાણીની તકલીફ ન પડે તેવા આશય સાથે વધુ સંખ્યામાં માણસો અને મશીનરીનો ઉપયોગ કરી અન્ય વૈકલ્પિક જગ્યાએથી પાણી વિતરણ વ્યવસ્થા કરી GSRની સફાઈ કરવામાં આવેલ હતી. રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં GSR હેઠળ વોર્ડ નં. ૨ અને વોર્ડ નં. ૩ના આશરે ૭૦,૦૦૦ નાગરિકોને નિયમિત રીતે પાણી વિતરણ કરવામાં આવેલ