આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે.જેથી દરેક વખતની જેમ આ વખતે પણ રામનાથ મહાદેવની વરણાગી નીકળી હતી તેમજ રામનાથદાદાની વરણાગીને આજે 100 વર્ષ પૂર્ણ થતાં. આ શતાબ્દી મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે વરણાગી પૂર્ણ થયા બાદ રામનાથદાદા જ્યારે નિજ મંદિરમાં પરત ફર્યા હતા ત્યારે 200 કિલો ફૂલની હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.જેથી ખાસ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.આ સાથે હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષાની સેવાના આયોજક અમિતભાઈ રાઠોડ હતા.અને તેના જણાવ્યાનુસાર તે 1996થી રામનાથ મંદિરમાં સેવા આપી રહ્યા છે અને 2006થી મંદિરના શણગારની જવાબદારી સંભાળે છે.જેથી વરણાગીના શતાબ્દી મહોત્સવની ઉજવણી યાદગાર બને તે હેતુથી આસમગ્ર આયોજન કરાયું હતું. તેમજ ફૂલો-ફૂલોની પાંદડી રાજસ્થાનથી મગાવવામાં આવી હતી. અને હેલિકોપ્ટર અમદાવાદથી મગાવાયું હતું. તેમજ મોરબીથી ખાસ બેન્ડ મગાવવામાં આવ્યુંહતું જેણે દાદાની વિશેષ આરતી કરી હતી. તેમજ આ વરણાગી રામનાથ મંદિરેથી શરૂ થયા બાદ રામનાથપરા, ગરબી ચોક, રૈયા નાકા ટાવર, પરાબજાર મેઈન રોડ, સાંગણવા ચોક, કરણસિંહજી હાઈસ્કૂલ, કરણપરા ચોક, પેલેસ રોડ, સંતોષ ડેરી, રામમઢી પાસે, હાથીખાના મેઈન રોડ, હુસેની ચોકથી ફરી રામનાથ મંદિરે પરત ફરી હતી. આ વરણાગી મહોત્સવમાં અંદાજિત 100થી વધુ સ્વયંસેવકોએ પોતાની સેવા આપી હતી અને 50 હજારથી વધુ ભક્તો જોડાયા હતા.