રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીએસયુપી યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી ઇન્ડિયન પાર્ક નજીક, રૈયા ચોકડી થી રૈયા ગામ તરફ જતા આવેલ આવાસ યોજનામાં અમુક કવાટર્સમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે આજ રોજ તા.૨૬/૦૭/૨૦૨૩ ના રોજ ઇન્ડીયન પાર્ક પાસે આવેલ આવાસ યોજનામાં ૦૨ (બે) આવાસો, રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.