રાજકોટ મહાનગર પાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ 116 કરોડની અલગ અલગ 76 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યત્વે રાજકોટમાં ન્યારી ડેમ અંતર્ગત વધુ એક 25 MLDનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. જેના થકી નવા રાજકોટના 2 લાખ જેટલા લોકોને પાણી ઉપયોગી થશે. આ ઉપરાંત દોઢ દાયકા પહેલા બનેલા રાજકોટના હાર્દ સમા 150 ફૂટ રિંગરોડ પર માધાપર ચોકથી ગોંડલ ચોકડી સુધીના 10.5 કિલોમીટરના માર્ગને રી-ડિઝાઇન કરવા દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
રાજકોટ મહાનગર પાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી: 116 કરોડની અલગ અલગ 76 દરખાસ્તોને મંજૂરી
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -