રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી ગોકળગતિએ ચાલતી હોવાથી મહાનગરપાલિકા કમિશ્નર આનંદ પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી સીઝનમાં સતત ચાલતી કામગીરી છે. પરંતુ આ વખતે બિપોરજોય વાવાઝોડાના કારણે પ્રિ-મોન્સૂન કામગીરીમાં અસર પહોંચી છે. તેમજ જે વિસ્તારમાં વધુ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી રહી છે ત્યાં પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવા વિશેષ પમ્પિંગ મશીન મુકાય તેવી સૂચના અપાઈ છે. જેથી પાણી ભરાવાની શરૂઆત થાય ત્યાર થી જ પાણી નિકાલ માટે ની કામગીરી કરાશે. તેમજ વધુ અવરજવર વાળા વિસ્તારમાં પાણી ન ભરાઈ રહે તેની તકેદારી પણ રાખવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન પાણી નો નિકાલ ત્વરિત થાય તે પ્રાથમિકતા રહેશે. તેમજ નાના મોટા બ્લોકેજના કારણે જો પાણી ભરાતા હોય તો તે બ્લોકેજ દૂર કરવા માટે તેમજ નિરીક્ષણ કે ફરિયાદ અનુસાર સ્થળ ની વિઝીટ લેવડાવી તેના ત્વરિત ઉકેલ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.