રાજકોટ મહાનગરપાલિકાનાં મે-૨૦૨૩માં નિવૃત થતા ૧૫ કમર્ચારીઓને ઈ.ચા. મ્યુનિ. કમિશનરશ્રી અનિલ ધામેલિયા દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનરશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે. જે કર્મચારી નિવૃત થઇ રહ્યા હતા તેમને ઈ.ચા. મ્યુનિ. કમિશનરશ્રી અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રી સહીત તેના જ શાખા અધિકારીશ્રીના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનરશ્રીએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અઢી-ત્રણ દાયકા સુધીની લાંબી કારકિર્દીમાં જનહિતના કાર્યોમાં સેવા આપીને નિવૃત થઇ રહેલા તમામ કર્મચારીઓની સાથોસાથ તેમના પરિવારજનોનો પણ હું મહાનગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું. પરિવારજનોના સાથ સહકારના કારણે જ અધિકારીઓ – કર્મચારીઓ પુરી નિષ્ઠાથી ફરજ બજાવે છે. નિવૃત થતા અધિકારીઓ – કર્મચારીઓ હવે જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ સ્વસ્થ અને નીરોગી રહે તેમજ પોતાના સંતાનોના સંતાન સાથે શાંતિ અને આનંદથી સમય પસાર કરે એટલે કે તેઓ વ્યાજ સાથે જિંદગી માણે એવી શુભેચ્છા પાઠવું છું. સંતાનોના સંતાનને આપણે વ્યાજ પણ કહીએ છીએ. આ નિવૃત થયેલ કર્મચારીઓ નોકરીમાં જોડાયા હશે ત્યારે રાજકોટની વસ્તી પાંચેક લાખની હશે જે આજે વીસ લાખ જેવી છે ત્યારે તેઓની કર્તવ્યનિષ્ઠાને હું બિરદાવું છું. મહાનગરપાલિકાના જયારે પણ તેઓના માર્ગદર્શનની જરૂર હશે ત્યારે મળી રહેશે તેવી મને ખાત્રી છે અને તેઓના પ્રશ્નો માટે રાજકોટ મહાનગરપાલિકાનો પરિવાર હંમેશા તેઓની સાથે રહેશે.
મે-૨૦૨૩નાં છેલ્લા દિવસે (૧) એસ્ટેટ શાખાના પગી શ્રી પરમાર મંજુબેન મનહરભાઈ, (૨) આરોગ્ય શાખાના લેબરશ્રી રાઠોડ મનુ ભોજાભાઈ, (૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના સેનીટરી ઇન્સ્પેકટરશ્રી પંડ્યા નીલેશભાઈ ભાનુભાઈ, (૪) સ્પેશિયલ કોન્સર્વંસીના હેવી વ્હીકલ ડ્રાઈવરશ્રી વાણીયા જેન્તી ડાયાભાઈ, (૫) સુરક્ષા શાખાના જુનીયર ક્લાર્કશ્રી જોષી જયેશભાઈ ચિતરંજનભાઈ, (૬) ટેક્સ શાખાના જુનીયર ક્લાર્કશ્રી મકવાણા શંકરભાઈ કાનજીભાઈ, (૭) ટાઉન પ્લાનિંગ શાખાના જુનીયર ક્લાર્કશ્રી વ્યાસ રક્ષાબેન નીલેશકુમાર, (૮) અર્બન મેલેરિયાના ફીલ્ડ વર્કરશ્રી માંન્ઘ્રા યાકુબ ઈશાભાઈ, (૯) વોટર વર્કસ (આઉટડોર) શાખાના પેટ્રોલરશ્રી સધારીયા સુખલાલ પ્રેમજીભાઈ, (૧૦) સફાઈ કામદારશ્રી વાઘેલા સવિતાબેન હરિભાઈ, (૧૧) સફાઈ કામદારશ્રી સોલંકી નાગર મગનભાઈ, (૧૨) સફાઈ કામદારશ્રી ખંડવી હંસાબેન નટવરલાલ, (૧૩) સફાઈ કામદારશ્રી વાળા સંગીતાબેન પંકજભાઈ, (૧૪) સફાઈ કામદારશ્રી ચૌહાણ કાલીદાસ કેશવલાલ અને (૧૫) સફાઈ કામદારશ્રી પરમાર રૂપાબેન લાલજીભાઈ સ્ટાફ નિવૃત થયેલ છે.
મે-૨૦૨૩ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં ઈ.ચા. મ્યુનિ. કમિશનરશ્રી અનિલ ધામેલિયાના વરદ હસ્તે તેમજ જે-તે શાખા અધિકારીશ્રીના હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, ચીફ એકાઉન્ટન્ટશ્રી અમિત સવજીયાણી, સહાયક મ્યુનિ. કમિશનરશ્રી સમીર ધડુક, પર્યાવરણ ઈજનેરશ્રી નિલેશ પરમાર, આરોગ્ય અધિકારીશ્રી જયેશ વકાણી, ટાઉન પ્લાનીગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયા, આસિસ્ટન્ટ મેનેજરશ્રીઓ શ્રી ભરત કાથરોટીયા, શ્રી મનિષ વોરા શ્રી વિવેક મહેતા અને શ્રી દિપેન ડોડીયા તેમજ મેલેરિયા વિભાગના બાયોલોજીસ્ટશ્રી વૈશાલીબેન રાઠોડ સહીતનાં અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.